Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiસો ટચનું સોનું4 Marks
Question
અયપ્પાના જીવનની ચડતી-પડતી વર્ણવો.
✓
Answer
ઐયપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું હતું. તે હોશિયાર હતા. બાર વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને હોટલમાં કપ-રકાબી વીંછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે ‘મોંઘા વીરા'ની રાત્રિશાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી સારા ટકા મેળવી મૅટ્રિક પાસ થયા. હોટલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કૉલેજમાં નામ લખાવ્યું. કૉલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. બાર વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુન્નર શીખી લીધો. પછી તો તે અનેક હોટલોના માલિક બન્યા. માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને પંચાવન વર્ષની ઉંમરે તેઓએ વતનમાં પાછા આવીને અનેક શાળાઓ બંધાવી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.