Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?
જો $\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }$ હોય, તો $\overrightarrow{ F }$ અને $\overrightarrow{ r }$ ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?
વિધાન $I :$ બે બળો $(\overrightarrow{{P}}+\overrightarrow{{Q}})$ અને $(\overrightarrow{{P}}-\overrightarrow{{Q}})$, જ્યાં $\overrightarrow{{P}} \perp \overrightarrow{{Q}}$, જ્યારે આ બંને બળો એકબીજા સાથે $\theta_{1}$ ખૂણે હોય ત્યારે તેનું પરિણામી બળ $\sqrt{3\left({P}^{2}+{Q}^{2}\right)}$ મળે, જ્યારે આ બંને બળો એકબીજા સાથે $\theta_{2}$ ખૂણે હોય, ત્યારે તેનું પરિણામી $\sqrt{2\left({P}^{2}+{Q}^{2}\right)}$ મળે છે. આ માત્ર $\theta_{1}<\theta_{2}$ માટે શક્ય છે.
વિધાન $II :$ ઉપર આપેલ પરિસ્થિતીમાં $\theta_{1}=60^{\circ}$ અને $\theta_{2}=90^{\circ}$ હોય.
એક સદિશને $\vec{A}=3 \hat{i}+4 \hat{j}$ જેટલો માનાંક અને તે $\vec{B}=4 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં $x$ અને $y$ ધટક અનુક્રમે $x$ અને $3$ છે, જ્યાં $x=$___________છે.