Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા $500\,m$ અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને $\sqrt{x}\,ms ^{-1}$ ની ઝડપથી પસાર કરી જશે. $x$ નું મૂલ્ય $...........$ થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)
બે કાર એક જ દિશામાં $30 \,km / h$ ની ઝડપે ગતિ કરી રહી છે. તેઓ એકબીજાથી $5$ કિ.મી. થી દૂર છે. વિરુદ્ધ દિશામાં આગળ વધતી ત્રીજી કાર એ $4$ મિનીટના અંતરાલ પછી બે કારને મળે છે. ત્રીજી કારની ઝડપ ........ $km/h$ થાય?
એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ - સમય $(t)$ નો આલેખ આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણોની સરેરાશ ઝડપ કેટલી થાય?
$h$ ઊંચાઇએથી એક પદાર્થને પ્રારંભિક વેગ શૂન્યથી છોડતાં તે જમીન પર $3\, km/h$ ના વેગથી અથડાય છે. સમાન દળ ધરાવતા બીજા પદાર્થને સમાન ઊંચાઇ $h$ થી $4\, km/h$ જેટલા પ્રારંભિક વેગથી છોડવામાં આવે છે. બીજો પદાર્થ જમીન પર કેટલા વેગથી ($km/h$ માં) અથડાશે?