Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
એક સ્થિત તરંગનું સમીકરણ $y=A \sin (100 t) \cos$ $(0.01 x)$ છે. જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં અને $t$ સેકંડમાં છે. તો ઘટક તરંગની ઝડપ .......... $m / s$ હશે.
બે સુસંગત અવાજના ઉદગમની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ છે. જ્યારે તે અવકાશમાં વ્યતિકૃત થાય ત્યારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચે પ્રબળતાનો તફાવત $dB$ કેટલો હોય.
દોરીમાં રહેલ તરંગનો કંપવિસ્તાર $2\;cm$ છે. તરંગ ધન $x-$ દિશામાં $128 \;m/s $ ના વેગથી ગતિ કરે છે અને તેવું જોવા મળ્યું છે કે દોરીની $4\;m$ લંબાઈમાં $5$ સંપૂર્ણ તરંગ સમાય છે. આ તરંગનું સમીકરણ શેના વડે દર્શાવી શકાય?
એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?