Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q$ વિજભાર ધરાવતાં $L$ લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ $P$ પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ $P$ નું સળિયાનાં કેન્દ્ર થી અંતર $a=\frac{\sqrt{3}}{2} L$ છે.
$\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ $R$ ત્રિજ્યાની તકતીને ${xy}$ સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો $z-$ અક્ષ પર ઉગમબિંદુથી $Z$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
સમાન વિદ્યુતભારિત બે પિચ-બોલ એક જ આધારબિંદુ પરથી સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે.સમતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર $r$ છે.હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઇએ દઢ રીતે બાંઘી દેવામાં આવે છે. આ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર કેટલું થશે?
$R$ ત્રિજ્યાના અને અનંત લંબાઈના વિદ્યુતભાર વિતરણ વાળા નળાકારને લીધે વિદ્યુતક્ષેત્ર શોધો અને તેની પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. જે તેના અક્ષથી અડધી ત્રિજ્યા આગળ મળે છે.
બે બિંદુવત $+ 2$ $\mu $$C$ અને $+ 6$ $\mu $$C$ ના વિદ્યુતભારો એકબીજાને $12\, N$ બળથી અપાકર્ષે છે. જો દરેકમાં $- 4$ $\mu $$C$ નો વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો બળ ...... હશે.
સમાન વિરૂદ્ધ નિશાની ધરાવતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ($\sigma$ $= 26.4 \times 10^{-12} \ C/m^2$) વાળી બે સમાંતર વિશાળ પાતળી ધાતુની તકતી છે. આ તકતી વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ........$N/C$ છે.