Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો5 Marks
Question
ભૂમિ$-$પ્રદૂષણ શાથી થાય છે?
✓
Answer
ભૂમિ$-$પ્રદૂષણ થવાનાં કારણો નીચે પ્રમાણે છે: $(1)$ શહેરી વિસ્તારોમાં ઘરવપરાશનો ઘન કચરો અને ગટરોનું પાણી જમીન પર છોડી દેવાતાં ભૂમિ દૂષિત થાય છે. $(2)$ ફળદ્રુપ અને ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી ભૂમિ દૂષિત થાય છે. $(3)$ ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે. $(4)$ ઉત્ખનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ દૂષિત થાય છે. $(5)$ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જમીન બગાડે છે. $(6)$ જમીન પર ફેંકાતી પોલિથીલીન $($પ્લાસ્ટિક$)$ ની કોથળીઓ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક બને છે. $(7)$ દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે હાનિકારક છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતાં જમીનની ફળદ્રુપતા ઘટે છે. સમય જતાં જમીન બિનઉપજાઉ બને છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.