Question
ટૂંક નોંધ લખો: પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો.

Answer

પર્યાવરણના બધા ઘટકોમાં માનવી કેન્દ્રસ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાંક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. માનવી ખનીજો મેળવવા માટે મૃદાવરણમાં ઉત્ખનન કરે છે. મૃદાવરણમાં બનેલા ખાડાઓમાં પાણી ભરાતાં તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતાં જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળાં બંધાય છે અને વરસાદ પડે છે. વરસાદના પાણીના વહનથી મૃદાવરણનું ધોવાણ થાય છે. પરિણામે વિવિધ ભૂમિસ્વરૂપો રચાય છે. આ ઉપરાંત, માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ સાથે એકબીજાથી જોડાયેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free