Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
$50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ $0.135\, g / cm$ છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને $y=-0.21 \sin (x+30 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં $x$ મીટર અને $t$ સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય $x \times 10^{-2} N$ છે.$x$ નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))
સમાન આવૃતિ ધરાવતા ત્રણ તરંગોનો કંપવિસ્તાર $10 \,\mu \, m, 4 \, \mu \,m$ અને $7 \mu m$ છે. તે દરેક એક બિંદુ પર ક્રમિક તરંગો વચ્ચેનો કળાતફાવત $\frac{\pi }{2}$ છે. તેને એક બિંદુ પર સંપાત કરતાં તરંગનો પરિણામી કંપવિસ્તાર ($\mu \,m$ માં) કેટલો થશે?
અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ $20.0\,cm$ હોય છે ત્યારે $400 \,Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ $336 \,ms ^{-1}$ છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ $cm$ હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.
બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?