Question
बुद्धिः यस्य बलं तस्य |

Answer

અનુવાદ : જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે.
ભાવાર્થ : આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ ડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિની વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે, ‘બુદ્ધિ આગળ બળ પાણી ભરે'. આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નિહ પણ કળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free