Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $......\%$ થશે.
એક કણને ગ્રહથી ખૂબ દૂરના અંતરથી છોડવામાં આવે છે એે તે ગ્રહ આગળ માત્ર ગુરુત્વાકર્ષણના કારણે જ પહોંચે અને ગ્રહમાં એક ટનલ માંથી પસાર થાય છે. ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v _{ e }$ હોય તો, ગ્રહના કેન્દ્ર પર કણની ઝડપ કેટલી હશે?
પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?
$m$ અને $M$ દળ ધરાવતા બે ગોળા હવામાં છે અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. દળોની વચ્ચે જગ્યામાં $3$ વિશિષ્ટ ઘનતા ઘરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. હવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?