Question
દિવાળી

Answer

આપણા દેશમાં વર્ષ દરમિયાન જન્માષ્ટમી, ગણેશચતુર્થી, ધુળેટી, રામનવમી, વૈશાખી, ઈદ, નવરાત્રિ, દશેરા, દિવાળી, પર્યુષણ, સ્વાતંત્ર્યદિન, ઉત્તરાયણ, પ્રજાસત્તાકદિન, શિવરાત્રિ, હોળી- નાતાલ વગે૨ે તહેવારો ઊજવવામાં આવે છે. આટલા બધા તહેવારો મનની દુનિયાના અન્ય કોઈ દેશમાં ઉજવાતા નથી. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પોષે છે. સામાજિક તહેવારો આપણા અરસપરસના સંબંધોમાં મીઠાશ લાવે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને છે. મને ધાર્મિક તહેવારો ગમે છે, એમાંય દિવાળી એ થી શરીર મારો પ્રિય તહેવાર છે. દિવાળી એટલે સાફસફાઈ, આનંદ-ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર, દિવાળી આવતાં લોકો ઘરની સફાઈ કરે છે, દીવાલો અને બારીબારણાને રંગરોગાન કરાવે છે. કપડાં, મીઠાઈઓ, નમકીન, સુશોભનની વસ્તુઓ અને ફટાકડાની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે. દિવાળીમાં મને નવાં કપડાં, બૂટ અને ફટાકડા મળે છે. જાતજાતની મીઠાઈઓ, નમકીન અને ફરસાણ ખાવા મળે છે, તેથી મને આ તહેવાર ખૂબ ગમે છે, દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે કાલિકામાતાનું પૂજન થાય છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામના અયોધ્યા પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઊજવાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. તેઓ પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘરે જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. દિવાળીના દિવસોમાં મારા જેવાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવાં કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને રંગબેરંગી બલ્બના તોરણોથી ઘર શણગારે છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે. મને દિવાળીનો તહેવાર ઉજવવાની ખૂબ મજા આવે છે. દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે તહેવારોનો રાજા કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free