વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે : શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષાઋતુ પણ કહે છે.
વર્ષાઋતુમાં આકાશ કાળાં કાળાં વાદળાંથી છવાઈ છે. ઠંડો પવન ફુંકાય છે. વીજળીના ચમકારા અને વાદળાંના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાનાં-મોટાં સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ‘ડ્રાંઉં...', ‘ડ્રાંઉં...' કરે છે. જાય
ખેડૂતો ખેતર ખેડે છે. તેઓ ખેતરમાં બી વાવે છે. થોડા દિવસોમાં એ બીમાંથી કૂંપળ ફૂટી નીકળે છે. ધરતી પર પણ લીલું ઘાસ ઊગી નીકળે છે. કૂવા, તળાવ, નદીનાળાં પાણીથી છલકાઈ જાય છે.
રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષાઋતુમાં આવે છે. લોકો આ તહેવારો આનંદથી ઊજવે છે.
વર્ષાઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે. અનાજ પાકતું નથી. તેને ‘લીલો દુકાળ' કહે છે. કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે. તેથી અનાજ પાકતું નથી. તેને ‘સૂકો દુકાળ' કહે છે.
વર્ષાઋતુ આપણને ઘણી ઉપયોગી છે. તેથી તે મારી પ્રિય ઋતુ છે.