દિવ્યેશ મારો મિત્ર છે. તે નવ વર્ષનો છે. તેનાં મા-બાપ ખૂબ ગરીબ છે. તે ગવર્નમેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે. તે સંયમી છે. તે ભણવામાં હોશિયાર છે. તે હોંશથી પોતાની કલા-કારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે. રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો.