Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$75.0\;cm$ દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
$9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?
$245 \,Hz$ આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ $300\, ms ^{-1}$ ના વેગથી ધન $x-$દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ $6 \,cm$ જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?
એક ઘ્વનિ ઉત્પાદક એ $100 \,s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જો સ્ત્રોતની દ્રિતીય આવૃતિ એ $205\; s^{-1}$ આવૃતિ ઘરાવતા ઘ્વનિ ઉત્પાદક સાથે $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. પ્રથમ ઉત્પાદકની આવૃતિ (${s^{ - 1}}$ માં) કેટલી હશે?