એક અવાહક પાતળા $l$ લંબાઇના સળીયા પર $\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}$ જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ $(x= 0)$ માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.
$d$ અંતરે રહેલા બે લાંબા સમાંતર તારમાંથી પસાર થતા પ્રવાહ $I_1$ અને $I_2$ છે.બંને પ્રવાહ એક જ દિશામાં હોય,તો તાર વચ્ચે લાગતું બળ $F$ છે.હવે એક પ્રવાહનું મૂલ્ય બમણું અને દિશા વિરુધ્ધ કરવામાં આવે છે.બંને તારને $3\,d$ અંતરે મૂકતાં નવું બળ કેટલું થશે?
એક વિસ્તારમાં એકબીજાને લંબરૂપે $20\; Vm ^{-1}$ જેટલું વિદ્યુતક્ષેત્ર અને $0.5\;T$ ચુંબકીયક્ષેત્ર બંને પ્રવર્તે છે. તેમાં એક ઇલેકટ્રોન બંનેને લંબરૂપે અચળ વેગથી ગતિ કરતો હોય, તો તેનો વેગ કેટલો હશે?
એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં $100$ આંટા અને દરેક આંટાને $2.0 \mathrm{~cm}^2$ નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર $0.01 \mathrm{~T}$છે અને જ્યારે તેમાંથી $10 \mathrm{~mA}$ પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન $0.05$ $radian$ મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક $x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}$ છે. $x$ નું મૂલ્ય__________છે.
$100 \;\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એ $10\; mA$ વિદ્યુતપ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન આવે છે. તો શંટનું મુલ્ય કેટલો હોવો જોઈએ કે જેથી તે $100 \;mA$ વિદ્યુતપ્રવાહ માપી શકે?
બે અતિ લાંબા સુરેખ વાહક તારો વચ્ચેનું લંબઅંતર $2d$ છે.તેમનામાંથી સમાન મૂલ્યના સ્થિર પ્રવાહો પુસ્તકના પાનામાંથી બહાર આવતી દિશામાં વહે છે. $XX’$ સુરેખા પર,ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્રારા રજૂ કરી શકાય?
એક emf $90\,V$ ની બેટરીને $100\,\Omega$ ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. $400\,\Omega$ આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન $.........$ હોય.