Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ $4\,km\,h ^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના વહનને લંબરૂપે $strokes$ (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $...........\,km h ^{-1}$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ R=2.5\; m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ $a= 15\; m/s^2 $ થી આપવામાં આવે છે. આ કણની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
એક દડાને $v_0$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામા આવે છે.તે જ સમયે પ્રક્ષિપ્તબિંદુથી એક છાકરો ${v_o}/2$ ના વેગથી દોડવાનું શરૂ કરે છે.શું છોકરો દડાને કેચ કરી શકશે? જો,કરી શકે તો દડાનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?
બે પદાર્થોને જમીન પરથી $40\,ms^{-1}$ની સમાન ઝડપ સાથે પરંતુ સમક્ષિતિજની સાપેક્ષે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે.જો એક વસ્તુને સમક્ષિતિજને સાપેક્ષ $60^{\circ}$ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલ મહતમ ઊંચાઈઓનો સરવાળો $.........\,m$ હશે.$(g=10\,ms^{-2}$ આપેલ છે)
જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?
એક દોલકને પ્રારંભિક $\omega$ $rpm$ જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં $T$ જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ $2 \omega$ કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.