Question
ગવતરી લોકગીતનુ કથાવસ્તુ તમારા શબ્દોમાં વર્ણવો

Answer

લોકગીત એ લોકજીભે રમતાં, લોકપરંપરાથી ચાલી આવેલા, કંઠોપકંઠ ગવાતા ગીતો બાળકનાં જન્મનાં, સીમંતનાં, લગ્નગીતો, મરસિયાં, ખેડુતો વાવણી કરતાં કે ધાર્મિક પ્રસંગો કે તહેવારોમાં વગેરે અનેક પ્રસંગોના લોકગીતો રચાયેલા જોઈ શકાય છે. અહીં પ્રસ્‍તુત ‘ગવતરી' લોકગીત કાલ્પનિક કથાવસ્તુ પર આધારિત છે. સ્વર્ગલોકમાંથી કામધેનુ નામની ગાય પૃથ્વીલોકમાં આવે છે. તેણે ડુંગરમાં તેમજ ધરતી પર વિહરવું છે. ગાય ગંગા નદીમાં પાણી પીવા જાય છે ત્યાં સામે વાઘ આવી જાય છે. વાઘ કહે છે. કે 'તું તો મારો સામે ચાલીને આવેલો છે ખોરાક આજે નહિ છોડું.' ગાય આ સાંભળી વાઘને વીરા કહી સંબોધે છે ને વિનંતી કરે છે કે ‘મને ઘરે જવા દે હું વાછરડાંને ધવરાવી પાછી આવું છું. ગાય વાઘને નંદબાબાની આણ (શપથ) આપે છે છે. સુરજ અને ચંદ્રને સાક્ષી બનાવે છે તેની આ વાત સાંભળી વાઘ તેને જવા દે છે. ગાય હિહોટા કરતી -ભામભારતી સીમ વાડીને ,ગોંદર વટાવી વાછરડા પાસે આવી જાય છે.વાછરડાનેકહે છે છેલ્લીવાર ધાઈ લો –દૂધ પિ લો મારે વાઘ પાસે જવાનું છે. માની વાત સાંભળી વાછરડા કહે છે કે માતા તમે ગાંડા જેવી વાતો ના કરો. આ દૂધ અમને મીઠું નહિ પણ કડવા લીંબડા જે જેવું લાગે છે. વાછરડાં આગળ ને ગાય પાછળ એમ વાઘ પાસે આવે છે. આવીને વાઘને વાછરડાં કહે છે કે’વાઘ મામા તમે અમને પહેલા મારો પછી માતાનો વધ કરો. વાછરડાંની વાત સાંભળી વાઘ ચકિત થઈ જાય છે. તે પૂછે છે કે તમને આવી વાતો કોણે શીખવી ? કયા દુશ્મને તમને વાચા આપી. આ સાંભળી વાછરડા કહે છે કે રામ અને લક્ષ્મણે અમને ભોળવ્યા છે તેમજ અર્જુને અમને વાચા આપી છે. વાઘ આ સાંભળી કહે છે કે’વાછરડાં તમે લીલાલહેર કરો ને કંઈ મુશ્કેલીનો સમય આવે તો વાઘમામાને યાદ કરજો.' કહી ગાય-વાછરડાંને જવા સત્યનિષ્ઠ, વચનપાલન ને વાછરડાંનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ વાઘ બધાંને જીવતાં છોડી દે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દોમાં લખો.
કવયિત્રીએ પાણીના ટીપાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલું સહવાસનું મહત્વ સમજાવો.
શ્રીકૃષ્ણને જગાડવા માટે કયા કયા કારણો આપ્યા છે તે સવિસ્તાર જણાવો.
“હરિના દર્શન' કાવ્યમાં રજુ થયેલી કવિની હરિદર્શન તાલાવેલી વર્ણવો.
'વિસામો' કાવ્યનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
‘સુદામાચરિત્ર’ ને આધારે કવીએ ભાગ્ય-નસીબની કઈ કઈ વાતો રજુ કરી છે$?$ તે વર્ણવો.
પુત્ર પિતાજીના ક્યાં ક્યાં પુણ્ય સ્મરણો વાગોળો છે$?$
'વિસામો' કાવ્યના શીર્ષકની યથાર્થતા તપાસો.
પિતાએ પુત્રની લીધેલ કાળજી વિષે કાવ્યના આધારે વિગતો લખો.