'ભવિષ્યવેત્તા' એટલે ભવિષ્ય ભાખનાર. આ ભાઈ-બહેનનાં પ્રેમનું કાવ્ય છે. બહેનનો ભાઈ પ્રત્યે કેવો અજોડ, અતૂટ પ્રેમ છે તે કાવ્ય કહી જાય છે.
કાવ્યની શરૂઆતમાં જ બહેન ભાઈનો હાથ લઈ ભવિષ્ય જોવા માંડે છે. ભવિષ્ય જોતાં ભાઈને ‘કુબેર સ્વામી’ ‘કુળહીરો' કહે છે. ભાઈની ભાગ્યરેખા માટે તેની આંગળીમાં મત્સ્યચિહ્ન, જળચિહૂ, ચકચિહ્ન બતાવી રાજવીનાં લક્ષણો ભાઈનાં છે એમ કહે છે. આયુષ્યરેખા પણ ઘણી શુદ્ધ છે કહી ભાઈ નિરોગી ને દીર્ઘાયુ બનશે એવી વાત કરે છે. વિદ્યાપ્રાપ્તિ પણ કુળનું નામ રોશન કરે એવી મેળવશે. વાહનસુખ પણ ખૂબ સારુ છે.
સામાન્ય રીતે ભવિષ્ય જાણનાર જેને આપણે, જ્યોતિષી કહીએ ત્યાં આપણે જઈએ તો ભવિષ્ય માટે વિદ્યા, ધન, સુખ, સંપત્તિ, આયુષ્ય આ બધા માટે પ્રશ્નો પૂછીએ છીએ . અહીં કાવ્યમાં બેન ભાઈની ભવિષ્યવેત્તા બની ઉજજવળ ભવિષ્યની વાત કરે છે. કાવ્યને અપાયેલું શીર્ષક યોગ્ય છે. બહેન જાણે ભવિષ્યવેત્તા હોય તેમ કાવ્યની શરૂઆતથી અંત સુધી ભાઈનાં સુખ, સમૃદ્ધિ, વૈભવની સુંદર વાત રજૂ કરે છે. ભાઈને ધન, વિધા, કીર્તિ અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય એવી અભિલાષા સેવે છે. ભાઈના ઉજજવળ જીવનની કલ્પના કાવ્યના શીર્ષક સચોટ ને યોગ્ય બનાવે છે.