Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t=0$ સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન $x -$ અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય $t=5\,s$ પર કણનું સ્થાન ($m$ માં) શું હશે?
જમીનથી $5\; m$ ઊંચાઇ પર આવેલા નળમાંથી એકસરખા સમયના અંતરાલમાં ટીપાં પડે છે. ત્રીજું ટીપું નળમાંથી છૂટે ત્યારે પ્રથમ ટીપું જમીન પર પડે છે. આ સમયે બીજુ ટીપું જમીનથી કેટલી ઊંચાઈ ($m$ માં) પર હશે?
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણનું સ્થાન $(x)$ એ સમય $(t)$ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાતી રહે છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણનો સરેરાશ પ્રવેગ ............ $m / s ^2$ થાય?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહેલ પદાર્થનો સ્થાન-સમય નો આલેખ બતાવવામાં આવ્યો છે જે પદાર્થ અર્ધ-વર્તુળના રૂપમાં $t=2$ થી $t=8 \,s$ દરમિયાન કરે છે. સાયું નિવેદન પસંદ કરો.
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે
એક બલૂન $10\; m/s$ ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી $75$ મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે? ($g=10 \,{m} / {s}^{2}$ લો)
એક બલૂન $4.9 m/s^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. $2 sec$ પછી તેમાંથી પથ્થર મુકત કરતાં પથ્થરે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ?.........$m$ $(g = 9.8\,m/{\sec ^2})$