એક માણસ (દળ $= 50\, kg$) અને છોકરો (દળ $= 20\, kg$) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે $0.70\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ $ms^{-1}$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
$5\,kg$ દળના એક કણ પર ત્રણ બળો $F_1=10\,N , F_2=8 N$ અને $F_3=6\,N$ લગાડેલા છે. બળ $F_2$ અને $F_3$ લંબરૂપે એવી રીતે લગાડેલા છે કે જેથી કણ સ્થિર રહે. જો બળ $F_1$ ને દૂર કરવામાં આવે, તો કણનો પ્રવેગ ....... $ms^{-2}$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $free\,body\,diagram$ $(FBD)$ માટે, ઘણા બધા બળો ' $x$ ' અને ' $y$ ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને $x-$અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
ત્રણ બળો $\vec{F}_1=(2 \hat{i}+4 \hat{j}) \,N ; \vec{F}_2=(2 \hat{j}-\hat{k}) \,N$ અને $\vec{F}_3=(\hat{k}-4 \hat{i}-2 \hat{j}) \,N$ ને ઊગમબિંદુ પર સ્થિર રહેલાં $1 \,kg$ દળનાં પદાર્થ પર લગાડવામાં આવે છે. તો સમય $t=2 \,s$ પદી પદાર્થનું સ્થાન ક્યાં હશે.
એક બ્લોક ને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર મૂકેલો છે. સમય આધારિત સમક્ષિતિજ બળ $F = kt$ બ્લોક પર લાગાડવામાં આવે છે.જ્યાં $k$ એ ધન અચળાંક છે. તો બ્લોક માટે પ્રવેગ-સમય નો આલેખ નીચેના માથી કયો થશે?
$\theta $ કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર $m$ દળનો એક બ્લોક મૂકેલ છે. આ તંત્રને સમક્ષિતિજ દિશામાં $a$ જેટલો પ્રવેગ આપવામાં આવે છે કે, જેથી બ્લોક ઢાળ પરથી સરકે નહિ. ઢાળ દ્રારા બ્લોક પર કેટલું બળ લાગશે? ($g$ ગુરુત્વપ્રવેગ છે)
લાકડાનું $5 \mathrm{~kg}$ દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે $25 \mathrm{~kg}$ દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયચળિયુ દબાય છે, અને ચોસ્લું અને નળાકાર બંને એકી સાથે $0.1 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ. . . . . . . . છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ $ m,2m$ અને $3m $ ધરાવતાં ત્રણ બ્લોકસ દોરી વડે જોડેલ છે. બ્લોક $m$ પર ઉપરની તરફ $F$ જેટલું બળ લગાડયા બાદ, બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. $2m$ દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? ($g$ ગુરુત્વીય પ્રવેગ છે)