Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.
$0.5 \,kg$ દળના બોલને $10 \,m$ ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... $m$ છે. ($g =10 \,m / s ^{2}$ લો.)
એક ફુગ્ગો જમીન પરથી સ્થિર અવસ્થામાંથી ઉપરની તરફ પ્રવેગ $2 \,m / s ^2$ સાથે ચઢવાનું શર કરે છે તો $1 \,s$ પછી, તેમાંથી એક પથ્થર પાડવામાં આવ્યો છે તો પછી પથ્થરને જમીન પર પહોંચવા માટે લેવામાં આવતો સમય લગભગ ........ $s$ હશે?
જો એક પથ્થરને જમીન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે તેના ગતિપથના સર્વોચ્ય બિંદુ પર પહોયતા $4 \,s$ જેટલો સમય લે છે, તો તેના ઉડ્ડયનનો સમય ............. $s$ હશે?
એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર $x$ એ કોઈપણ $t$ ક્ષણે $x^2=1+t^2$ વડે અપી શકાય છે. કોઈપણ $\mathrm{t}$ ક્ષણે તેનો પ્રવેગ $x^{-\mathrm{n}}$ હોય તો $\mathrm{n}=$ . . . . ..
એક બસ પ્રથમ ત્રીજા ભાગનું અંતર $10\; km/h$ ની ઝડપે, બીજું ત્રીજા ભાગનું અંતર $20\; km/h$ ની ઝડપે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. આ બસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી થશે?
બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?
$150\, m$ લાંબી એક ટ્રેન ઉત્તર દિશામાં $10 \,m/s$ ની ઝડપથી ગતિ કરે છે. એક પોપટ દક્ષિણ તરફ $5\, m/s$ ની ઝડપે ઊડી રહ્યો છે અને ટ્રેન ને પસાર કરે છે. તો પોપટને ટ્રેન પસાર કરવા માટે કેટલા ........ $(s)$ નો સમય લાગશે?