Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર વિરામ થી $u\,m/s$ પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા $EJ$ છે.કારને $u\,m/s$ થી $2u\,m/s$ સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા $nE\,J$ છે.જ્યાં $n$નું મૂલ્ય ........ છે.
એક કણને પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે $.....$ છે.
એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ ......... $cm$ ઉંચાઈ સુધી જશે.
$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.
બે માણસ $A$ અને $B$ પદાર્થને $d$ જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ $A$ અને માણસ $B$ દ્વારા લાગતા બળનો ગુણોત્તર $\frac{1}{\sqrt{x}}$ છે. તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
$0.1 kg $ અને $0.4 kg$ ના પદાર્થ એકબીજા તરફ $1 m/s $ અને $0.1 m/s $ ના વેગથી ગતિ કરે છે.બંને પદાર્થ અથડાઇને ચોંટી જાય છે.તો $ 10 sec$ માં તે કેટલા ............ $m$ અંતર કાપશે?