Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
$5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}$ બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક $\tau$ છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ $2 \hat{i}+2 \hat{j}+\hat{k}$ હોય પર લાગે તો ટોર્ક $\tau$ નું મૂલ્ય $........$ હશે.
એક પોલો ગોળો તેની સંમિત અક્ષને સમાંતર (અનુલક્ષીને) એક સમતલ સપાટી ઉપર ગબડે છે તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિઉર્જાનો ગુણોતર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .હશે.
$m$ દળ અને $ℓ $ લંબાઈના બે સળિયાને એકબીજાને કેન્દ્રમાંથી જોડીને ક્રોસ (ચોકડી) બનાવવામાં આવે છે. ક્રોસના સામાન્ય બિંદુમાંથી પસાર થતી અને તેના દ્વારા મળતા સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
એક મોટરસાઇકલ રોડ પર $ 54\;kmh^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના પૈડાઓની ત્રિજયા $0.45\;m$ અને તેના ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $3 \;kgm^2$ છે. જો આ વાહન $15$ સેકન્ડમાં સ્થિર થાય, તો બ્રેક દ્વારા પૈડા પર લાગતા સરેરાશ ટોર્કનું મૂલ્ય ($kg\,m^2\,s^{-2}$ માં) કેટલું હશે?