Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ અને $9m$ દળના બે પદાર્થને $R$ અંતરે મૂકેલા છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન $.........$ હશે. ( $G=$ ગુરુત્વીય અચળાંક)
એક કણને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ $v=\sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો કણને તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈએ વેગ શું હશે?
પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ $d$ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર $3R$ ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. $(R=6400\,km$ લો). ઊંડાઈ $d$ ને બરાબર $..........\,km$ હશે.
ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા ........ $(days)$ સમય લાગશે.
આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
$2 {M}$ દળના પદાર્થને ચાર $\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}$ દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે $\frac{{M}}{{m}}$ નો ગુણોત્તર ${x}: 1$ મળતો હોય તો $x$ નું મૂલ્ય કેટલું કેટલું હશે?