ઓક્સિજનની ટકાવારી $= 100 - 5.93 = 94.07$ ગ્રામ
આથી, હાઈડ્રોજન પેરોક્સાઇડમાં $94.07$ ગ્રામ ઓકિસજન $5.93$ ગ્રામ હાઈડ્રોજન સાથે જોડાય છે.
પાણીમાં હાઈડ્રોજનની ટકાવારી $= 11.2$
તેથી તેમાં ઓક્સિજનની ટકાવારી $= 100 - 11.2 = 88.8$ ગ્રામ
આમ, પાણીમાં 88.8 ગ્રામ ઓકિસજન $11.2$ ગ્રામ હાઈડ્રોજન સાથે જોડાય છે.
હવે, ઓકિસજનનું ચોકકસ વજન $1.0$ ગ્રામ અને બે પદાર્થોમાં $1.0$ ગ્રામ ઓકિસજન સાથે જોડાયેલ હાઈડ્રોજનનું વજન શોધો.
$H_2O_2$માં $ 94.07$ ગ્રામ ઓકિસજન $= 5.93$ ગ્રામ હાઈડ્રોજન સાથે જોડાય છે.
$1$ ગ્રામ ઓકિસજન $ = \,\,\frac{{5.93}}{{94.07}} = \,\,0.063$ ગ્રામ હાઈડ્રોજન સાથે જોડાય છે.
આમ, હાઈડ્રોજન પેરોક્સાઇડ અને પાણીમાં ઓકિસજનનાં ચોકકસ વજન ($1.0$ ગ્રામ) સાથે જોડાયેલ હાઈડ્રોજનનાં વજનનો ગુણોત્તર
$0.063 : 0.126 = 63 : 126 = 1 : 2$
તે સામાન્ય પૂર્ણાક ગુણોત્તર છે. આમ, ગુણાંક પ્રમાણનો નિયમ સ્થાપીત થાય છે.