Question
'વિસામો' કાવ્યનું વક્તવ્ય સ્પષ્ટ કરો.

Answer

'વિસામો' એ સુંદર ભાવવાહી કાવ્ય છે. વિસામો એટલે થાક ખાવો. પણ કવિ અહીં માનવીને કાવ્યની શરૂઆતમાંજ કહે છે કે 'તું થાકે કે ના થાકે પણ વિસામો લઈશ નહિ. એકલા હાથે જીવનમાં ઝઝૂમજે.' કવિ માનવીને કહે છે કે તારે જીવનમાં અનેક ભૂલામણા માર્ગ છે તેને ઓળંગવાના છે. કેટલાયનાં જીવનનો ઉદ્ધાર કરવાનો છે આ માટે તું હિંમત રાખજે. ધીરજ રાખજે. જીવનના પથ પર તાપ$-$થાક લાગશે. લીલી$-$સૂકી જોવા મળશે. મુસીબતો આવશે પણ એ મુશ્કેલી સંકટ બધીને વટાવીને આગળ વધવાનું છે. કેટલાય વણખેડયા ખેતરો હોય જેમાં પાક ઊગે નહિ પણ એવા ખેતરોને જો ખંતથી ખેડવામાં આવે, મહેનત$-$પરિશ્રમ કરવામાં આવે તો અઢળક ધાન્ય$-$અનાજ પકવી શકાય છે તો એ મહેનતનું કામ કવિ માનવીને કરવા કહે છે. અંધકારમય જગતમાં પ્રકાશનું તેજ બનવા કવિ કહે છે. આ બધુ કાર્ય કરતાં સમગ્ર જીવન પૂરું થઈ જાય તો પણ કદી થાકી કે હારી ન જતાં, વિસામો ન લેતા આગળ વધતા રહેવાનું કહે છે. પોતે વિસામો ન લઈને પણ બીજાને વિસામો આપજે એ ભાવના સમગ્ર કાવ્યનાં કેન્‍દ્રમાં છે. એટલે કવિ કાવ્યના અંતે વરખડીના છાયાની જેમ હૈયામાં પણ બીજાને છાંયડો મળે એમ વિસામો આપવાની વાત કરી છે. ઘર, કુટુંબ કે પોતાના માટે તો બધા જીવે છે. પણ બીજાને માટે જીવવું એ અગત્યનું છે. માણસ કેટલું જીવે એ મહત્ત્વનું નથી. પણ કેવી રીતે જીવે એ મહત્ત્વનું છે. બીજાને હંમેશાં ઉપયોગી થવું એવી સુંદર ભાવના 'વિસામો' કાવ્યમાં જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“હરિના દર્શન' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
કવયિત્રીએ પાણીના ટીપાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલું સહવાસનું મહત્વ સમજાવો.
‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
‘પુજારી તું પાછો જા’ કાવ્યનું શીર્ષક સમજાવો.
આ કાવ્યમા રજુ થયેલુ વસંતૠતુનુ સૌંદર્ય તમારા શબ્દોમા વર્ણવો.
આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દોમાં લખો.
“હરિના દર્શન' કાવ્યમાં રજુ થયેલી કવિની હરિદર્શન તાલાવેલી વર્ણવો.
‘ભવિષ્યવેતા’ શિર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
પુત્ર પિતાજીના ક્યાં ક્યાં પુણ્ય સ્મરણો વાગોળો છે$?$
ઈશ્વર પુજારીને પાછો જવાનું શા માટે કહે છે$?$ આ વાત કાવ્યને આધારે સમજાવો.