Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને $STP$ એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. $STP$ એ હવાની ઝડપ $300\; \mathrm{m} / \mathrm{s}$ હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત $\mathrm{Hz}$ માં કેટલો મળે?
$50\,cm$ લંબાઈ અને $10\,g$ દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ $60\,ms ^{-1}$ જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^2$ અને તેનો યંગ-મોડ્યુલસ $1.2 \times 10^{11}\,Nm ^{-2}$ છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ $x \times 10^{-5} \;m$ જેટલું છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ $0.135\, g / cm$ છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને $y=-0.21 \sin (x+30 t)$ દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં $x$ મીટર અને $t$ સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય $x \times 10^{-2} N$ છે.$x$ નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))
સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$