Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંસાધનોનું જતન અને સંરક્ષણ3 Marks
Question
જળતંગી એટલે શું?
✓
Answer
જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા છ દાયકામાં વસ્તીવિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી, વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યૂબવેલો દ્વારા બહાર કઢાતાં ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ $8\%$ શહેરોમાં અને લગભગ $50\%$ ગામડાંમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.