Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો3 Marks
Question
નરસિંહ મહેતાનો પરિચય આપો.
✓
Answer
નરસિંહ મહેતાનો જન્મ ઈ. સ. $1412$ માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. પાછળથી તેઓ જૂનાગઢમાં આવીને વસ્યા હતા. ગુજરાતમાં પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે. તેઓ ગુજરાતી ભાષાના આદિકવિ છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં તરીકે જાણીતા બનેલાં જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ઊંડી અસર કરી છે. તેમનું 'વૈષ્ણવજન તો તેને કહીએ...' એ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હતા, છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. તેમણે કહ્યું છે કે, 'પક્ષાપક્ષીમાં નહિ પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વ સમાન.' નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં કહ્યું છે કે, 'શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે.' નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.