Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ $630\, m/s$ છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી $700\, m$ દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર ($m$ માં) રાખવી જોઈએ? ($g=10 \;m/s^2$ લો)
$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?
એક ગાડી અચળ ઝડ૫ સાથે $R_1$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. બીજી ગાડી અચળ ઝડ૫ સાથે $R_2$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. જો તે બન્નેને એક રાઉન્ડ પૂર્ણ કરવાં માટે સરખો સમય લાગે તો તેની કોણીય ઝડપ અને રેખીય ઝડપનો ગુણોતર અનુક્રમે કેટલો થાય ?