Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં $100$ દોલનો માટે લાગતો સમય $1\, second$ લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય $90.0\, seconds$ મળે છે. લંબાઈ $L$ એ $1\, mm$ ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય $20.0\, cm$ મળે છે. તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ ........... $\%$ હશે.
એક વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલ ઉપર $20$ વિભાગો છે, કે જે મૂખ્ય સ્કેલ ઉપરના $19$ માં વિભાગ સાથે બંધ બેસતો આવે છે. સાધન ની લઘુત્તમ માપ શક્તિ $0.1 \mathrm{~mm}$ છે. મુખ્ય સ્કેલ ઉપરના એક કાપા નું મૂલ્ય ($mm$). . . . . . . . થશે.
સ્ક્રૂગેજની આકૃતિ આપેલ છે. આકૃતિ $(i)$ માં સ્ક્રૂગેજ જ્યારે બંધ કરેલ હોય ત્યારની શૂન્ય ત્રુટિ દર્શાવેલ છે. આકૃતિ $(ii)$ માં બોલ બેરિંગના વ્યાસ માપવા માટે લીધેળ અવલોકન માટેની સ્ક્રૂગેજની આકૃતિ છે. તો બોલ બેરિંગનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે? વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે.
એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર $0.5\, mm$ જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?
બળ $(F)$ એન ઘનતા $(d)$ વચ્ચેનો સંબંધ $F\, = \,\frac{\alpha }{{\beta \, + \,\sqrt d }}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. તો $\alpha $ નું પારિમાણિક સૂત્ર શું થાય?