જ્યારે હાઈડ્રોજનનો પરમાણુ $60\ nm$ તરંગ લંબાઈના ફોટોનનું શોષણ કરે તો પરમાણુનું ફોટો આયનીકરણ થાય છે. ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલા ............ $eV$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.25 \times 10^8 m/s$ ના વેગથી ગતિ કરતા કણની દ - બ્રોગલી તરંગલંબાઈ ફોટોનની તરંગ-લંબાઈને સમાન છે તો કણની ગતિ ઊર્જા અને ફોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર ....
એક ફોટો સંવેદી સપાટી પર $4000\ Å$ તરંગ લંબાઈવાળો પ્રકાશમાં પાડવામાં આવે છે. ઋણ $2\ V$ ઉત્સર્જિત ઇલેકટ્રોનને રોકતું હોય તો દ્રવ્યનું વર્ક ફંકશન.... $(h = 6.6 \times 10^{-34}Js, e = 1.6 \times 10^{-19}\ C, c = 3 \times10^8\ ms^{-1})$
$20\,kV$, થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ $\lambda_0$ છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને $40\,kV$, કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..........$ થશે.
એક ઉત્સર્જક સપાટી પર આપાતી એકરંગી પ્રકાશની આવૃત્તિ $f$ છે, જો સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $f_0 $ હોય, તો ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા .......
આપણી આંખ લીલા પ્રકાશ $(\lambda = 5000\ Å )$ ના $5 \times 10^4$ ફોટોન / ચો.મીટર sec જોઈ શકે છે. જ્યારે કાન $10^{-13} (W/m^2)$ પારખી શકે તો આંખ કાન કરતા કેટલા ગણી વધારો સંવેદી છે ?
પ્રકાશના કિરણપુંજમાં $4972\,\mathop A\limits^o $ અને $6216\,\mathop A\limits^o $ તરંગલંબાઈ છે જેની કુલ તીવ્રતા $3 .6 \times 10^{- 3}\,\,Wm^{-2}$ છે જે બંને તરંગલંબાઈમાં સમાન રીતે વહેચાયેલ છે. આ કિરણપુંજ $1\,cm^2$ ની ધાતુની સપાટી જેનું વર્કફંકશન $ 2.3\,eV$ છે તેના પર લંબરીતે આપાત થાય છે. ધારો કે જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે કોઈ પણ પ્રકારના પ્રકાશનો વ્યય થતો નથી અને દરેક સક્ષમ ફોટોન એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો $2\,s$ માં કેટલા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું હશે?