Question
પરિચય આપો : ભાલણ

Answer

ભાલણ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેઓ પાટણના વતની હતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત હતા. તેઓ આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક હતા. ભાલણે સૌ પ્રથમ વાર ગુજરાતી ભાષા માટે “ગુર્જર ભાષા' એવો શબ્દપ્રયોગ કર્યો હતો. ભાલે આખ્યાનો અને પદોનું સર્જન કર્યું છે. પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એમને કેટલાક આખ્યાન લખ્યા છે. આદ્યશક્તિ “સપ્તશતી', શિવપુરાણની શિકારીની કથાવાળુ “મૃગી આખ્યાન' પહ્મપુરાણમાંથી વસ્તુ લઈને ‘જલંધર આખ્યાન', ગણિકા મામકીની ભક્તિ નિરુપતું “મામકી આખ્યાન', ભાગવતની ધ્રુવકથા વર્ણવતુ “ધ્રુવાખ્યાન', અને મહાભારતની નળ કથાને આલેખતું ‘નળાખ્યાન' જેવા કેટલાક આખ્યાનો લખ્યા છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free