Question
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર વિશે સમજૂતી આપો.

Answer

ભારતમાં સમવાયતંત્રની શાસન-વ્યવસ્થા છે, એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે:

(1) સંઘયાદી (કેન્દ્રનું કાર્યક્ષેત્ર): આ યાદીમાં $97$ વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. તેમાં વસતિ ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેંકિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર-ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(2) રાજ્ય યાદી (રાજ્યનું કાર્યક્ષેત્ર): આ યાદીમાં $66$ વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્યના કાર્યક્ષેત્રમાં છે.

(3) સંયુક્ત યાદી (સંયુક્ત કાર્યક્ષેત્ર): આ યાદીમાં $47$ વિષયો છે, જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી અને દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
શેરશાહના સુધારાઓની ચર્ચા કરો.
ભારતમાં કઈ ચિત્ર કલાઓ ઉદભવી તે દરેક ની ખાસિયત જણાવો.
નીચેનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વર્ગીકરણ કરો:
માળવા, અણહિલવાડ પાટણ, કલ્યાણી, પાંડ્ય, ગઢવાલ, વરંગલ, બંગાળ, ચોલમંડળ, બુંદેલખંડ, ચેર, વેગી, શાકંભરી, વાતાપી (બદામી).
દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું?
અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
પરિચય આપો:
$1.$ અલાઉદ્દીન ખલજી
$2.$ મુહમ્મદ-બિન-તુગલક
ટૂંક નોંધ લખો $:$ મહારાણા પ્રતાપ
કર્યાં કર્યાં કાર્યોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?
વિધાનસભાના સભ્યોને શું કહે છે? તેમની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?