Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,kg$ દળ ધરાવતા ત્રણ એકસમાન $A, B$ અને $C$ કણોને સીધી રેખા ઉપર $AB = BC = 13\,m$ થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ $P$ ઉપર $F$ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. $P$ ને રેખા $AC$ ના લંબ દ્વિભાજક ઉપર કણ $B$ થી $13\,m$ અંતરે મૂકવામાં આવેલ છે. $F$ નું મૂલ્ય $..........\,G$ થશે.
પ્રત્યેકનું દળ $2kg $ હોય તેવા અનંત પદાર્થો $x-$ અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1\;m,2\;m,4\;m,8\;m$ ........... અંતરે ગોઠવાયેલ છે. ઉગમબિંદુ પર આ તંત્રના પરિણામે ગુરુત્વીય સ્થિતિમાન કેટલો હશે?
$60\,g$ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે $3.0\, N$ ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $........N/kg$ હશે.
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ જેટલો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?