પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો5 Marks
Question
ખડકચક્ર એટલે શું? સમજાવો.
✓
Answer
ગરમ પ્રવાહી મૅગ્મા ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર (Sediment) ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મૅગ્મા બની જાય છે. આ મૅગ્મા ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. આમ, કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને 'ખડકચક્ર' કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.