Question
ટૂંકનોંધ લખો: સરકારનું મહત્વ જણાવો.

Answer

સરકાર એટલા માટે જરૂરી છે કે તેણે બનાવેલા કાયદા અને નિયમો બધા પર એક સરખી રીતે લાગુ પાડી શકાય. સરકાર કાયદા બનાવે છે અને તેનો અમલ અધિકારીઓ અને પોલીસ દ્વારા કરાવે છે. જ્યારે લોકો સમૂહમાં રહેતા હોય ત્યારે વ્યવસ્થા માટે નિયમો બનાવવા અને નિર્ણયો લેવાનું કામ ખૂબ મહત્વનું હોય છે. દેશમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશનો વિકાસ થાય તે માટે સરકારની અગત્યની ભૂમિકા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free