પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો3 Marks
Question
ખડકોની ઉપયોગિતા સમજાવો.
✓
Answer
પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. નક્કર ખડકોનો ઉપયોગ સડકો, મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોમાં અનેક પ્રકારનાં ખનીજો રહેલાં છે. માનવસંસ્કૃતિના વિકાસમાં ખનીજો ખૂબ ઉપયોગી બન્યાં છે. આજે મોટા ભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે. યંત્રો લોખંડ જેવી ધાતુમાંથી બને છે. યંત્રોની સંચાલનશક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનીજતેલ જેવાં ખનીજો વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનીજો જરૂરી છે. પૅટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનીજતેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે. આમ, આજનો ઔદ્યોગિક વિકાસ મોટે ભાગે ખનીજો પર જ આધારિત છે. તેથી ખનીજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.