Question
કઈ સરેરાશને ઇષ્ટતમ સરેરાશ કહેવાય છે $?$ શા માટે $?$

Answer

  • સરેરાશના જુદા જુદા માપો $(1)$ મધ્યક $(2)$ મધ્યસ્થ $(3)$ બહુલક અને $(4)$ ગુણોત્તર મધ્યક પૈકી સરેરાશનું પ્રચલિત માપ મધ્યક છે.
  • કારણ કે, તે સરેરાશના આદર્શ માપના લક્ષણો પૈકી મોટા ભાગના લક્ષણો ધરાવે છે. જેમ કે,
  • મધ્યકની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
  • મધ્યકનું માપ સમજવામાં સરળ અને ગણતરીમાં સહેલું છે.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
  • એક જ સમષ્ટિના જુદા જુદા સમાન કદના નિદર્શો માટે મળતી મધ્યકની કિંમતો વચ્ચે તફાવત ઓછો હોય છે. અર્થાત તે સ્થિર માપ છે.
  • તે બૈજિક પ્રક્રિયાઓ માટે સૌથી વધુ અનુકુળ માપ છે.
  • સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તેમજ ઉપયોગિતાની દ્રષ્ટિએ તે સરેરાશનું વિશ્વસનીય અને આદર્શ માપ છે.
  • માહિતીના આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના પ્રારંભિક માપ તરીકે મધ્યક એ ઈષ્ટતમ માપ છે.
  • જો કે મધ્યકની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર વધુ થાય છે.
  • વળી માહિતીમાં એકાદ અવલોકન ખૂટતું હોય કે આવૃત્તિ$-$વિતરણ ખુલ્લા છેડાના વર્ગો વાળું હોય ત્યારે તેનું માપ શોધી શકાતું નથી.
  • આમ છતાં આદર્શ સરેરાશના લક્ષણો પૈકીના મોટા ભાગના ઇચ્છનીય લક્ષણો તે ધરાવે છે.
  • તેથી મધ્યકને સરેરાશનું આદર્શ માપ કહી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ 'થી વધુ' પ્રકારના સંચયી આવૃત્તિ-વિતરણ પરથી મૂળ આવૃત્તિ-વિતરણ તૈયાર કરો : 
'થી વધુ'25 30 35 40 45 50 55 60 65
સંચયી  આવૃતિ 100 96 87 70 45 25 14 1
$f(x)=x^{4}+4^{x}-x^{3}-3^{x}, $ તો $2 f(3)-3 f(2)$ ની કિંમત શોધો.
ચલનાંક વિશે ટૂંકનોંધ લખો.
$f: A \rightarrow Z , f(x)=2 x-1$ તથા $g: A \rightarrow Z , g(x)=x^2-1$અને $A =\{0,2\}$, તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે ?
ચલ $x$ નાં અવલોકનોના વિસ્તાર ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10, 2, 3$ અને $5$ છે. જો $y = 5x + 3$ હોય, તો ચલ $y$ ના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો.
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો.
પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો જણાવો.
WAKEFUL શબ્દના બધા જ અક્ષરોથી એવી કેટલી ગોઠવણીઓ બને કે જેથી ત્રણેય સ્વર ભેગા ન આવે ?
આવકવેરાની $5000$ ફાઈલમાંથી વધુ ઝીણવટભરી તપાસ $($scrutiny$)$ માટે $7$ ફાઈલનું પુરવણીરહિત પ્રકારે સરળ યાદચ્છિક નિદર્શ મેળવો.
આગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.