Question
પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો જણાવો.

Answer

  • પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
  • તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ.
  • તેની કિંમત પર માહિતીના અતિ નાનાં અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.
  • અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે તે માપ અનુકૂળ હોવું જોઈએ.
  • તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લોવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.
  • આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે માપ ઉપયોગી હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કંપની A ની જુદાં-જુદાં 4 મોડલની કાર અને કંપની B ની જુદાં-જુદાં 4 મોડલની કાર એક પાર્કિંગ પ્લોટમાં એક હારમાં કેટલી રીતે પાર્ક કરી શકાય કે જેથી બંને કંપનીની કાર વારાફરતી આવે ?
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.
એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વતૈયારી કરતી વખતે છેલ્લા દસ પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતર $($મિમિ$)$ થી ચૂકી જાય છે.
$20, 32, 24, 40, 18, 27, 15, 36, 35, 25$
આ માહિતી પરથી નિશાનચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો.
કથન નામનો બાળક આઇસક્રીમ કોનની $9$ જુદી જુદી ફ્લેવરમાંથી $5$ જુદી જુદી ફ્લેવરના આઇસક્રીમ કૉન પસંદ કરવા માંગે છે. જો તે ચોકલેટ ફ્લેવર પસંદ કરવા માંગતો જ હોય તો પસંદગીના કુલ પ્રકાર જણાવો.
એક માહિતીનો ચલનાંક 30 %, મધ્યક 40 અને વિષમતાંક 0.25 હોય, તો બહુલક શોધો.
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો.
એક ડીસ્પ્લે રેફ્રિજરેટરમાં કંપની Aની 2 ચૉકલેટ, કંપની Bની 3 ચૉકલેટ અને કંપની Cની 4 ચૉકલેટ છે. તાનિયા તેમાંથી 3 ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની Bની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે ?
એક સમષ્ટિમાં 12 એકમો છે. તેમાંથી 3 કદનાં શક્ય બધાં જ પદિક નિદર્શો મેળવો.
$f: A \rightarrow B , A =\{x \mid-1 \leq x \leq 3, x \in N \cup\{0\}\},$ $B =\{x \mid x \in Z ,-10 < x < 35\}$,
$f(x)=3 x^2+2 x-2$ માટે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જણાવો.
$\{2, 3, 5, 8, 9\}$ એ બધાં અંકોનો ઉપયોગ કરી $50,000$ કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$