Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}$ ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા $R$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ શું થાય?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_{es} $ છે . જો પદાર્થને $2V_{es} $ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તે ગ્રહોની વચ્ચેના શૂન્યાવકાશ માં કેટલા અચળ વેગથી ગતિ કરે ?
પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
$2 {M}$ દળના પદાર્થને ચાર $\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}$ દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે $\frac{{M}}{{m}}$ નો ગુણોત્તર ${x}: 1$ મળતો હોય તો $x$ નું મૂલ્ય કેટલું કેટલું હશે?
એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $R$ ત્રિજયાની કક્ષામાં $1$ દિવસ માં $1$ પરિભ્રમણ કરે છે બીજો ઉપગ્રહ $8$ દિવસ માં $1$ પરિભ્રમણ પૂરું કરે તો બીજા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય ?