Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60 \,kg$ દળનો એક માણસ $140 \,kg$ દળ ની એક બોટ પર ઊભો છે કે જે શાંત પાણી માં સ્થિર સ્થિતિમાં છે. તે વ્યક્તિ કાંઠા થી $20\,m$ દૂર છે. તે માણસ કાંઠા તરફ $1.5 \,m / s$ ની અચળ ઝડપે $4 \,s$ સુધી ચાલવાનું શરુ કરે છે. તેનું કાંઠા થી અંતિમ અંતર .............. $m$ હશે.
$R$ જેટલી ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ $F$ ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે
ત્રણ સમાન પાતળી લાકડી જેની લંબાઈ $l$ અને દળ $M$ છે તેને જોડીને $H$ અક્ષર બનાવવામાં આવે તો તંત્ર ની $H $ ની કોઈ એક બાજુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક $m$ દળનો કણ $u$ વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર $\left(\frac{m}{M}\right)=\frac{1}{x}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
$m_1 = fM$ અને $m_2 = (1 -f)\,M\,(f < 1 )$ દળના બે સૂક્ષ્મદળો બાહ્ય અવકાશમાં (બીજી કોઈ વસ્તુની ગુરુત્વઅસરથી દૂર) એકબીજાથી $R$ અંતરે છે. તે બંને તેમના દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષા માં $m_1$ એ $\omega _1$ અને $m_2$ એ $\omega _2$ કોણીય વેગથી ગતિ કરે છે.તો આ કિસ્સામાં કોણીય વેગ .....
એક ગરમ નક્કર ગોળો $\omega_0$ કોણીય વેગ સાથે તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે. જો તે એવી રીતે ઠંડો થાય કે તેની ત્રિજ્યાએ તેના મૂળ મૂલ્ય $\frac{1}{\eta}$ જેટલી ઘટે છે તો તેનો કોણીય વેગ થું થશે ?
મુકત અવકાશમાં એક ઘન ગોળો તેની સંમિતઅક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે.આ ગોળાની ત્રિજયા તેનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે છે.નીચેનામાંથી કઇ ભૌતિકરાશિ આ ગોળા માટે અચળ રહશે?
એક ટાવરની ટોચ પરથી $m$ દળ ના એક કણ ને સમક્ષિતિજ રીતે ફેક્વામાં આવે છે અને બીજી $2 \,m$ દળ ના ક્ણ ને ઊર્ધ્વ દિશામાં શિરોલંબ રીતે ફેકવામાં આવે છે તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શું થાય?