Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\,\mu F$ ના કેપેસીટરને $400\, volts$ વડે ચાર્જ કરવામાં આવે અને તેની પ્લેટને $1\,k\Omega $ અવરોધ ધરાવતા અવરોધ વડે જોડવામાં આવેલ છે. આ અવરોધ દ્વારા કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થશે?
પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ $75\, cm$ લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત $emf$ ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના $emf$ નો ગુણોત્તર અનુક્રમે $3: 2$ હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....$cm$ હશે
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં જેટલો $\Delta T$ વઘારો થાય છે.$N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $\Delta T$ જેટલો વઘારો થાય છે તો $N=$ _____
એક ફિલામેન્ટવાળા બલ્બ $(500\,W,\,\,100\,V)$ ને $230\,V$ ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં $ R$ અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ $500\,W$ નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ $R =$ .................. $\Omega$
પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષના $emf$ શોધવાના પ્રયોગમાં, $emf \;1.5\,V$ ના કોષ માટે તટસ્થ બિંદુની લંબાઈ $60\,cm$ હોવાનું જાણવા મળે છે. જો આ કોષને બીજા $E\;emf$ ધરાવતા કોષ વડે બદલવામાં આવે તો તટસ્થ બિંદુની લંબાઈ $40\,cm$ વધે છે. $E$ નું મૂલ્ય $\frac{x}{10}\; V$ છે. $x$ ની કિંમત કેટલી હશે?
$200\, {V}$ સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે $100\, volt$ $500 \,watt$ નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને $500\, {W}$ નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ $R$ ($\Omega$) જોડાવો પડે?
જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)