Question
કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો જણાવો.

Answer

  • કોષ્ટક રચનામાં સામાન્ય જ્ઞાન અને અનુભવ એ બે મહત્વના પાસા છે.
  • પ્રો. બાઉલીના મતે “કોષ્ટકરચનામાં સામાન્ય બુદ્ધિ એ મુખ્ય જરૂરિયાત છે અને અનુભવ એ મુખ્ય શિક્ષક છે.”
  • ટૂંકમાં, કોણ કપરથી આપેલી વિગતોને વધુ અર્થપૂર્ણ રીતે રજૂ કરી તેના પરથી જરૂરી નિર્ણયો સરળતાથી તારવી શકાય તે માટે નીચેના કેટલાક સામાન્ય નિયમો યોગ્ય કોષ્ટક રચના માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
  • $(1)$ યોગ્ય શીર્ષક:
  • કોષ્ટકનું શીર્ષક યોગ્ય, ટૂંક અને સ્પષ્ટ હોવું જોઈએ.
  • દરેક આડી હાર અને ઊભી હારને પણ યોગ્ય મથાળાં આપેલાં હોવાં જોઈએ.
  • શીર્ષકનાં શબ્દો સ્પષ્ટ અને વાંચનાર વ્યક્તિ સહેલાઈથી સમજી શકે કે કોષ્ટકમાં કયા વિષયને લગતી માહિતી છે.
  • $(2)$ કોષ્ટકનું કદ:
  • કોષ્ટકનું કદ ખૂબ જ પ્રમાણસરનું હોવું જોઈ, કારણ કે કોષ્ટકરચનામાં જગ્યાની કરકસર આવશ્યક છે.
  • કોષ્ટક રચનાનું કદ પ્રમાણસરનું હોય તો કોષ્ટક સમજવામાં કંટાળાજનક બનતું નથી તેમજ અધૂરી વિગતોવાળું પણ હોતું નથી.
  • $(3)$ પરસ્પર સંબંધ ધરાવતી માહિતી:
  • કોષ્ટકમાં પરસ્પર સંબંધ ધરાવતી માહિતી પાસપાસે મૂકવી જોઈએ જેથી પૃથક્કરણ સહેલાઈથી ઓછા સમયે તૈયાર કરી શકાય અને તેના ઉપરથી પરિણામોની તારવણી સહેલાઈથી કરી શકાય.
  • $(4)$ ગુણધર્મો:
  • માહિતી વિશાળ હોય અને વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો હોય ત્યારે જટિલ કોષ્ટકની રચના ન કરતાં જુદાં
  • જુદાં સાદાં, દ્વિવિધ કે ત્રિવિધ કોષ્ટકો બનાવવા જોઈએ.
  • તેમાં મુખ્ય ગુણધર્મો જુદા પડે તે માટે રંગીન લીટીઓ દોરવી જોઈએ.
  • જેથી કોષ્ટક આકર્ષક અને સમજી શકાય તેવું બની શકે.
  • $(5)$ કોષ્ટક વિશે નોંધ :
  • કોષ્ટક સ્વચ્છ અને આકર્ષક હોવું જોઈ.
  • જેથી કોષ્ટક જોનારના મનમાં અસરકારક છાપ ઊભી કરી શકાય અને જયાં જયાં જરૂરિયાત ઊભી થાય ત્યાં કોષ્ટક વિશે નોંધ મૂકવી જોઈએ.
  • આવી નોંધમાં માહિતીનું ઉદ્ભવસ્થાન, માહિતીના એકમ વગેરેની સ્પષ્ટતા કરવી જોઈએ.
  • $(6)$ માહિતી ખૂબ મોટી સંખ્યામાં:
  • માહિતી ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે પાછળના આંકડા કાઢી નાખી તેને એકસોના, હજારના, લાખ કે અન્ય કોઈ મોટા એકમમાં દર્શાવી શકાય.
  • જેનું સ્પષ્ટીકરણ પણ કોલમના મથાળે કરવું જોઈ.
  • દા.ત. દરેક કંપનીના વેચાણઆંકડા કંપની આ રીતે દર્શાવતી હોય છે.
વર્ષ $2014$ $2015$ $2016$
વેચાણ $(Rs$ માં$)$ $10$ $20$ $30$
 
$(7)$ માહિતી જુદી પાડવા :
  • એક વર્ગની માહિતીને બીજા વર્ગની માહિતીથી જુદી પાડવા માટે ખાનાં દોરતી વખતે રંગીન કે જાડી લીટીઓ દોરવી જોઈએ, જેથી ગૂંચવણ દૂર થઈ શકે અને માહિતી વધુ સ્પષ્ટ બને.
$(8)$ સ્વચ્છ અને આકર્ષક :
  • કોષ્ટક સ્વચ્છ અને છેકછાક વગરનું હોવું જરૂરી છે.
  • કોષ્ટક ગંદુ ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ.
  • કોષ્ટક દ્વારા માહિતી આકર્ષક બને, જોનારના મનમાં અસરકારક છાપ ઊભી થાય અને કોષ્ટકનો હેતુ જળવાય તેથી કોષ્ટક સ્વચ્છ અને આકર્ષક હોવું જોઈએ.
$(9)$ સરવાળા :
  • કોષ્ટકનો ઉપવર્ગોનો સરવાળો અલગ મૂકવો જોઈ અને બધા ઉપવર્ગોનો કુલ સરવાળો પણ અલગ આવે અને સરવાળાનો તાળો પણ મળી શકે તેવી રચના કરવી જોઈએ.
$(10)$ કાચું કોષ્ટક:
  • પાકું કોષ્ટક તૈયાર કરતાં પહેલાં કાચું કોષ્ટક તૈયાર કરવું જોઈએ, જેથી પાકું કોષ્ટક ક્ષતિરહિત બની શકે અને શરતથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો કાચા કોષ્ટકમાં સુધારા વધારા કરી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f: A \rightarrow Z , f(x)=2 x-1$ તથા $g: A \rightarrow Z , g(x)=x^2-1$અને $A =\{0,2\}$, તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે ?
$25, (x-6),(x-12)$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $x$ ની કિંમત શોધો.
એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા $200$ ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે:આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો.
ચૂકવેલ $(Rs.)$ $0-50$ $50-100$ $100-150$ $150-200$ $200-250$
ગ્રાહકોની સંખ્યા $25$ $40$ $80$ $30$ $25$
આદર્શ સરેરાશના લક્ષણો જણાવો.
મોબાઇલ ફોનની એક દુકાનમાં છેલ્લા $30$ દિવસોમાં વેચાયેલા મોબાઇલ ફોનનું વિતરણ નીચે આપેલું છે. આ માહિતી પરથી દિવસ દીઠ વેચાયેલા મોબાઇલ ફોનની સંખ્યાનો સરેરાશ વિચલનાંક શોધો.
ફોનની સંખ્યા $5$ $6$ $7$ $8$ $9$
દિવસોની સંખ્યા $1$ $8$ $12$ $8$ $1$
નીચે ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે. આ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 500 કદની સમષ્ટિમાંથી 2 % કદનું પુરવણીરહિત અને પુરવણી સહિત યાદચ્છિક નિદર્શ મેળવો.
270, 530, 390, 420, 270, 111, 189, 273, 692, 488, 512, 192, 219, 912, 129, 723
4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી,
(i) કોઈ પણ બે છોકરીઓ એકસાથે ન આવે ?
(ii) છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
પાંચ જુદા જુદા વિસ્તારનું ક્ષેત્રફળ $($વર્ગ મીટરમાં$)$ નીચે મુજબ છે, તો તે પરથી વૃતાંશ આકૃતિ દોરો.
વિસ્તાર $A$ $B$ $C$ $D$ $E$
ક્ષેત્રફળ $5$ $8$ $29$ $44$ $71$
$50$ કદની સમષ્ટિમાંથી $10$ કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.
એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, તો 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય ?