Question
કુતમ્માનું પાત્રાલેખન કરો.

Answer

કુતમ્મા બહુ ગરીબ હતાં. નાનપણથી જ એ મજૂરીએ જતાં. તેમનાં લગ્ન પણ નાની ઉંમરે જ થયાં અને દીકરો તેમની નાની ઉંમરે જ જન્મ્યો. દીકરાને સારું ભણતર આપવા તેમણે કુટુંબનિયોજન અપનાવ્યું. દીકરો પાંચ વર્ષનો થયો ત્યારે કૃતમ્માના પતિ ઝેરી સાપ કરડવાથી અવસાન પામ્યા. તેમણે તેમના પતિને વચન આપ્યું કે, એક ભવમાં બે ભવ નહિ કરે. ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ.' આમાં એમની હિંમત અને દૃઢ મનોબળનાં દર્શન થાય છે. દીકરો પગભર થયો અને અનેક હોટલોનો માલિક બન્યો. કુંતમ્માએ દીકરાને કહ્યું, ‘મારો અંતર આતમા સાદ કર્યા કરે છે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર. તો આ જનમારો લેખે લાગે.' માની વાત દીકરાને ગળે ઊતરી ગઈ. તે વર્તનમાં પાછા આવ્યા અને અનેક નિશાળો બંધાવી. દીકરાએ કુતમ્માને ઘરેણાં ઘડાવવા કહ્યું ત્યારે તેમણે દીકરાને કહ્યું, 'બેટા, સો ટચનું સોનું – ઘરેણું તો એક જ છે . ભણતર.'
      આમ, કુતમ્મા ભણેલાં ન હતાં પણ ગણેલાં હતાં. તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free