Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ $z$ દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન $y$ દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?
$1.61$ સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને $6.44$ જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા $4.5 \times 10^{-2} \;Am ^{-1}$ હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
(Given : permeability of free space $\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}$, speed of light in vacuum $c =3 \times 10^{8} \;ms ^{-1}$ )
$\omega $ આવૃતિ અને $\lambda $ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $+ y$ દિશામાં ગતિ કરે છે. જેનું ચુંબકીયક્ષેત્ર$+ x-$ અક્ષની દિશામાં છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્રનો સદીશ કેવો મળે?(વિદ્યુતક્ષેત્ર નો કંપવિસ્તાર $E_0$ છે
$x$-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને $\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]$ દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે .
$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )