Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીસુખનો કાળ બાળપણનો (ગદ્ય)4 Marks
Question
લેખકની નાટ્યકલા. નોંધ લખો.
✓
Answer
લેખકને વારસામાં મળેવી કેટલીક કળાઓમાંની એક કલા એટલે નાટ્યકલા. લેખક જણાવે છે કે, સંગીત, સાહિત્ય તેમજ નાટક જેવી કલા પ્રત્યે તમનો લગાવ વધારે. મેદાનની રમતો કરતાં પણ આવી કલા તેમને વધારે ગમતી.
સરસ્વતી બાગમાં જ્યારે તેઓ બાળપણમાં ત્યાં રહેતા હતા તે સમયથી આ કલાના બીજ લેખકમાં રોપાયા હતા. નાનાજી નાની મોટી વાતો અને નાટકો લખતાં, મામા નાટક મંડળી ચલાવતા, મામા નાટકની વેશભૂષા વગેરે તૈયાર પણ કરતાં – તેમના બાપુજી નાટકનાં ગીતો, ઘરે હોય ત્યારે ગાતાં – તેમનાં બા સુરીલા અવાજમાં ભક્તિ-ધર્મના પુસ્તકો વાંચતા : આમ, ઘર કુટુંબમાંથી તેમને નાનપણથી નાટક પ્રત્યે લગાવ પેદા થયો હતો. તેમણે પહેલું સંપૂર્ણ નાટક $1925-26$ના કાળમાં જોયું, તે સમયથી નાટક પ્રત્યે તેમનું આકર્ષણ જાગ્યું, જે દિન પ્રતિદિન વધતું ગયું.
લેખકે બાલ્યકાળમાં ‘રામાયણ’ ના નાટકમાં વાનરની ભૂમિકા ભજવીને ‘સ્ટેજ’ પર નાટક ભજવવાની શરૂઆત કરી દીધો. નાનાપણમાં લેખકને તેમની ઈચ્છા તેમની આવડત, તેમના શોખ અનુસાર જે કરવું ગમતું તે કરવાની છૂટ હતી. લેખકને તેમજ તેમના બાળમિત્રોને ‘ગાવાનું નહિ, નાટક કરવાના નહિ, ફક્ત ભણવાની ચોપડીઓ વાંચવાની’ ! એવા વાક્યો ઘરમાં માં-બાપ કે બીજા કોઈ વડીલો તરફથી કહેવામાં આવતા નહિ. તેથી લેખક પોતાને ગમતી પ્રવૃત્તિ ખુલ્લા મને કરી શકતા, ને તે દ્વારા બાલ્યકાળનાં સુખદ દિવસો જીવી શકેલાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.