Question
નોંધ લખો. લેખકનો સંગીતપ્રેમ

Answer

લેખક પોતાના સંગીત-પ્રેમ વિશેની સૌ પ્રથમ વાત વાંસળી વાદનની વાતથી કરે છે. ‘સરસ્વતીબાગ’ માં રાત્રે ચોરનો ડર રહેતો હોવાથી રાત્રે ચોકીદ્ર આવતાં, તેમનો એક ચોકીદાર કાદરખાન પઠાણ મધુર સૂર રેલાવતી વાંસળી વગાડતો. આ સાંભળવાનું લેખકને ગમતું.
બીજી વાત પોતાની માતાનાં અવાજ અંગે કરતાં લેખક જણાવે છે કે, બાની અવાજ ખુલ્લો અને સુરીલો. ગાયન સાથે વાંચન વગેરે માટે નાનાજી અને મંદિરની ભક્તમંડળી બ પાસે ધાર્મિક વાંચન કરાવતાં. આ નાનપણનાં સૂર સાથે તેમના નજીકનાં નાતાની યાદ તેમણે અહીં તાજી કરી છે. વળી રામેશ્વર મંદિરમાં જ્યારે કીર્તન થતાં, તે સમયે લેખકનું જેટલું ધ્યાન કથાકાર મહારાજના ગાન તરફ જતું, એટલું જ ધ્યાન વાજાં પેટીવાળા તરફ પણ રહેતું અને બીજા દિવસથી જ ઘરે, આગલી રાત્રે સંભાળેલા કીર્તન ગાવાનું લેખક ચાલુ કરી દેતા.
ગીત-સંગીત પ્રેમની વાત આગળ ધપાવતાં લેખક તેમણે પહેલીવાર સાંભળેલા શાહિર ખાડિલકરનાં શૌર્યગીતોની તેમનાં બાપુજીનાં મોઢે સંભાળેલા નાટકોના ગીતોની, તેમજ મહારૂદ્ર મામાના કંઠે ગવાતું ‘પરવશતા પાશ દૈવી’ ગીતની યાદ તાજી કરે છે. આ તમામ બાબતો લેખકને ગીત-સંગીત પ્રત્યે જે લગાવ હતો, તે દર્શાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free