Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળના ગોળાને દળરહિત $l$ લંબાઈના સળિયા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\omega$ જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ A }$કે જે ધન $z$ અક્ષની દિશામાં છે. બિંદુ $B$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ B }$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
$L $ લંબાઈ અને $ h$ ઉચાઈનો ઢોળાવવાળા સમતલ પરથી $m$ દળ અને $R$ ત્રિજ્યાનું નળાકાર સરક્યા વિના ગબડે છે. જ્યારે નળાકાર તળિયે પહોંચે ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થશે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ $\mathrm{AB}$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર $\sqrt{8 / x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
કેન્દ્રીય અક્ષ પર ભ્રમણ કરતાં પ્લેટફોર્મના કેન્દ્ર પર હાથ વાળીને બાળક ઉભેલો છે. તંત્રની ગતિ ઊર્જા $K $ છે. બાળક હવે પોતાના હાથ ફેલાવી દેતાં જડત્વની ચાકમાત્રા બમણી થઈ જાય છે. હવે તંત્રની ગતિ ઊર્જા ........થશે.
$ℓ$ લંબાઈનો બાજુનું માપ વાળા ચોરસના ચારેય ખૂણા પર $m$ દળના ચાર ગણો મૂકેલા છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પર તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા ......... છે.
નીચે દર્શાવ્યા પ્રમાણે ' $a$ ' વ્યાસ ની એક વર્તુળાકાર પ્લેટને $a$ બાજુ ની એક ચોરસ પ્લેટ સાથે સંપર્કમાં મુકવામાં આવે છે. બધી જ જગ્યાએ પદાર્થ ની ઘનતા અને જાડાઈ બધેજ સમાન છે. સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
એક ચકડોળ પોતાની સ્થિર સ્થિતિમાંથી પ્રથમ $5 s$ માં $0.4\ rad s^{-2}$ ના કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ તે આ અચળ કોણીય પ્રવેગથી $30\ s $ સુધી ચાકગતિ કરે છે અને ત્યારબાદ તે આટલા જ કોણીય પ્રતિપ્રવેગથી સ્થિર થાય છે. ચકડોળ પર ચકડોળના મધ્યબિંદુથી $3\ m$ દૂર બેઠેલા બાળકે આ દરમિયાન કુલ ........ $m$ રેખીય સ્થાનાંતર કર્યું હશે .
એક $M$ દળ અને $R$ ત્રિજયાની તકતી તેના કેન્દ્રમાથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ફરે છે. હવે જો $m$ દળનો એક ટુકડો તેમાંથી તૂટીને ઉપરની શિરોલંબ દિશામાં ફેકાઈ જાય તો તકતીનો નવો કોણીય વેગ કેટલો થાય ?