Question
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો.

Answer

  • આકૃતિનો હેતુ આપેલી માહિતીને સરળ, અસરકારક અને રસપ્રદ રીતે રજૂ કરવાનો છે. આકૃતિએ માહિતીને આકર્ષક રીતે રજુ કરવાનું એક અસરકારક માધ્યમ પૂરું પાડે છે.
  • આકડાશાસ્ત્રના અભ્યાસમાં આકુતિના મહત્વનો ખ્યાલ તેના નીચે દર્શાવેલા ઉપયોગથી વધુ સ્પષ્ટ થાય છે:
$(1)$ આકર્ષક રજૂઆત :
  • સંખ્યાત્મક માહિતી કેટલીકવાર ગુંચવણભરી અને કંટાળાજનક બની રહે છે.
  • આકૃતિ દ્વારા થતી સંખ્યાત્મક માહિતીની ૨જૂઆત એવી આકર્ષક હોય છે કે જેથી માહિતીની લાક્ષણિકતાઓ તેનો અભ્યાસ કરનાર વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રહે છે.
$(2)$ સ્પષ્ટ રજૂઆત :
  • જે માહિતી કે વસ્તુ શબ્દો દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી તે આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે.
$(3)$ સંક્ષિપ્તમાં રજૂઆત :
  • આકૃતિ દ્વારા માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે.
  • જે માહિતીને સંખ્યાત્મક રીતે દર્શાવવા માટે અનેક પાનાની જરૂર પડે તેવી જટિલ માહિતી આકૃતિ દ્વારા ટૂંકાણમાં અસરકારક રીતે રજૂ કરી શકાય છે.
$(4)$ સરખામણી કરવામાં સરળતા :
  • બે કે તેથી વધુ સમુહ અથવા વ્યાપારી પેઢીની જદી જુદી બાબતોની સરખામણી સરળતાથી કરી શકાય છે.
$(5)$ સમયનો બચાવ :
  • આકૃતિ દ્વારા રજુ કરેલી માહિતીને સમજવામાં તેમજ યાદ રાખવામાં આંકડા દ્વારા ૨જૂ કરેલી માહિતી કરતાં ખૂબ ઓછો સમય જાય છે.
  • પરિણામે સમયનો બચાવ થાય છે.
$(6)$ નિરક્ષરો અને બાળકો માટે ઉપયોગી :
  • નિરક્ષરો ઓછું ભણેલો તેમજ બાળકો માટે આંકડાકીય માહિતી અર્થહીન સાબિત થાય છે.
  • તેમને માહિતી સમજાવવા માટે આકૃતિ એ જ એકમાત્ર અસરકારક સાધન છે.
$(7)$ વાણિજય અને ઉદ્યોગ ક્ષેત્રે ઉપયોગી :
  • ઉત્પાદકો અને વેપારીઓ સુયોગ્ય અને આકર્ષક આકૃતિના ઉપયોગથી તેમની ઉત્પાદિત વસ્તુની જાહેરાતનું કાર્ય અસરકારક બનાવી શકે છે.
$(8)$ સમાજ સુધારણા માટે ઉપયોગી :
  • સામાજિક સુધારાના અભિયાન માટે લોકમાનસ ઉપર અપેક્ષિત અસર ઉપજાવવામાં આકૃતિઓ વધુ અસરકારક બને છે.
$(9)$ સામાજિક શાસ્ત્રોમાં ઉપયોગી :
  • સામાજિક શાસ્ત્રો જેવા કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વસ્તીશાસ્ત્ર વગેરે જેવા વિષયોમાં મહત્વની બાબતોને સ્પષ્ટ કરવા માટે આકૃતિ અનિવાર્ય બને છે.
$(10)$ માહિતીની સમજ અને તારણ :
  • વિસ્તૃત સંખ્યાત્મક માહિતીને આકૃતિ દ્વારા ઝડપથી સંક્ષિપ્તમાં આકર્ષક અને અસરકારક રીતે દર્શાવી શકાય છે.
  • આકૃતિઓને ભાષાના બંધનો નડતાં નથી તેથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતી એકસરખી સમજ અને તારણ મેળવી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\text{CINCINNATI}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય $?$
બહુલક શોધવા માટેનું આસાદિત સૂત્ર કયા સંજોગોમાં વપરાય છે ?
ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
એક માહિતીનાં આવૃતિ-વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \quad \Sigma f(x-140)^2=10,000$ અને બહુલક 147 હોય, તો વિષમતાંક શોધો.
$(\sqrt{3}+1)^6+(\sqrt{3}-1)^6$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
જો ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે $7$ અને $2$ હોય તો છઠ્ઠું પદ શોધો.
અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના $18$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ નાપાસ થયા. પાસ થયેલ $15$ વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે :
$42, 65, 53, 75, 43, 50, 68, 57, 79, 48, 51, 61, 55, 10, 64.$ બધા $18$ વિદ્યાર્થી ઓના ગુણનો મધ્યસ્થ શોધો.
$7$ વ્યંજન અને $3$ સ્વર એમ કુલ $10$ જુદા$-$જુદા અક્ષરોમાંથી દરેક અક્ષરનો એક વખત ઉપયોગ કરીને $3$ વ્યંજન અને $2$ સ્વરવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
મધ્યકના લાભ તથા ગેરલાભ જણાવો.
જુદી જુદી ફેકટરીમાં થતા ઉત્પાદનની વિગત નીચે મુજબ છે.તેને યોગ્ય આકુતિમાં રજુ કરો.
ફેક્ટરી $P$ $Q$ $R$
ઉત્પાદન $($લાખ $Rs)$ $256$ $576$ $1024$